વિસાવદર,તા.23
વિસાવદર : તાજેતરમાં સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સંસ્થા નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા ના માર્ગદર્શન અને સમગ્ર ટીમ નાં આયોજન દ્વારા તાલુકા ની વિવિધ શાળાઓમાં માં ધોરણ 10 અને 12 માં શાળા વાઈઝ અવલ્લ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર લેઉવા પટેલ જ્ઞાતિના 90 તેજસ્વી તારલાઓ નાં શિલ્ડ,નોટબુક એનાયત કરીને સન્માન કરવામાં આવેલ લલિતભાઈ ડોબરીયા એ તેમની દિવંગત પુત્રી સ્વ. ધ્રુવા ની સ્મૃતિ માં 90 વિધાર્થી ઓ ને 500 રૂપિયા કુલ 45000 રૂપિયા રોકડ પુરકાર આપેલ સમારોહ માં પટેલ સમાજ ના સેવકો એવા, પર્યાવર્ણવિદ ઘનશ્યામભાઈ ઝાલાવડિયા , મયૂરી સાવલિયા, કમલેશભાઈ ઠુમર, મોટી મોણપરી ગામે અપનાઘર ચલાવતા સંચાલક સુરેશભાઈ ઝાલાવડીયા, ભલગામ ના વતની દાતાશ્રી છગનભાઇ કોટડીયા ને સન્માનપત્ર આપી તેમજ સમારોહમાં શિલ્ડના દાતા વિનુભાઈ અમીપરા તથા પ્રવિણભાઇ અમીપરા તથા લલિતભાઈ ડોબરીયાને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ સમારોહમાં વિદ્યાર્થીઓને નોટબુક તથા ચંદ્રકાન્ત ખુહા તરફથી થેલી આપવામાં આવેલ હતી.
કાર્યક્રમ દરમિયાન વિસાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા તાલુકા ના સભ્યો અશ્ર્વિનભાઈ સરધારા, અતુલભાઈ ભાયાણી, પરસોતમ ભાઈ પદમાણી, વિસાવદર, મુકેશભાઈ રિબડીયા, રમણિકભાઈ ગોહેલ, સહિતના ઉપસ્થિત રહેલ સમારોહમાં મયૂરીબેન સાવલિયા, દિશાબેન ભુવા, ભરતભાઈ કોટડીયા, રમેશભાઈ હરખાણી એ સુંદર વક્તવ્ય આપેલ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમારોહને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી જેન્તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, મેમ્બર નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, વિજયભાઈ રીબડીયા, સુરેશભાઇ ભુવા, ધનશ્યામભાઈ ભાલાળા, સી.વી. સિંગાળા, કમલેશભાઈ ઠુંમર સહિતના એ જહેમત ઉઠાવેલ કાર્યક્રમ બાદ અલ્પાહાર અને ચા પાણી ની વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ, કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત રમણિક ભાઈ દુધાત્રા એ કરેલં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy