સામખીયાળીમાં વિશ્વ મહિલા દિન ઉજવાયો: મહિલાઓનું સન્માન

Local | Kutch | 12 March, 2024 | 10:10 AM
સાંજ સમાચાર

ભચાઉ,તા.12
 

સ્ત્રી શક્તિને માન અને સન્માન આપતા આ દિવસની ઉજવણી ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લી. સામખ્યાલી યુનિટ ખાતે ઉત્સાહ ભેર  કરવામાં આવેલ.સ્ત્રીઓ આજે સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ, કૌશલ્ય અને કુનેહ દ્વારા આગવું સ્થાન પ્રાપ્ત કરી રહી છે.સ્ત્રીઓની પ્રગતિને બિરદાવતો અને તેના વ્યક્તિત્વનું ગૌરવ કરતા આ દિવસે ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લી. સામખ્યાલી યુનિટ ખાતે વિવિધ વિભાગોમાં કાર્યરત બેહનોનું કંપનીમાં સન્માન કરવામાં આવેલ. તેમજ તેઓના જ્ઞાન અને કૌશલ્યમાં વિકાસ થાય તે માટે તમામ બહેનોને વિવધ પ્રવૃતિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉત્સાહભેર પૂરા દિવસ ઉજવણી કરવામાં આવી...

નારીશક્તિના વિકાસથી જ સમાજ અને દેશનો વિકાસ શક્ય છે.તે ભાવનાને ધ્યાને લઈ પૂરા કાર્યક્રમની રૂપરેખા અને માર્ગદર્શન એચ.આર અને એડમીન હેડ જયવિરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj