લખતર પોલીસે 1392 બોટલ દારૂ અને 144 બિયર સાથે સ્કોર્પીયો કાર ઝડપી લીધી

Local | Surendaranagar | 01 July, 2024 | 12:46 PM
આરોપી ફરાર : કુલ રૂા. 7.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર જિલ્લાની લખતર પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી સ્કોર્પિયો કાર સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં લખતર પોલીસ દ્વારા ફિલ્મી ઢબે કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ના રોકાતા પોલીસ દ્વારા ડંડાનો માર કાર પર ચલાવવામાં આવ્યો હતો. અને સ્કોર્પિયો કાર રિવર્સ લેતા પોલીસ વાનને અથડાતા પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટનામાં સ્કોર્પિયો કાર સદાદ બાજુથી આવતી હોવાના બાતમી મળતા લખતર પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં સ્કોર્પિયો કારના ડ્રાઇવરે કાર ના રોકતા લખતર પીએસઆઇની ટીમ દ્વારા કારનો પીછો કરાયો હતો.

જેમાં આ સ્કોર્પિયો કારને રોકવા માટે પોલીસ સ્ટેશન પાસે આડુ ટ્રેક્ટર તેમજ પોલીસ કાર રાખતા સ્કોર્પિયો કાર બાજુમાં રહેણાક વિસ્તારમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારને યોગ્ય જગ્યા ન મળતા સ્કોર્પિઓ કાર પાછી સદાદ રેલવે સ્ટેશન તરફ વળી હતી. પણ ત્યાં ફાટક બંધ હોવાથી કારને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.

જેમાં રાત્રીના અંધારાનો લાભ લઈ સ્કોર્પિયો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેમાં આ કાર રેલવે ફાટક બંધ હોવાથી કાર રિવર્સ લેતા રોડની બાજુની ગટરમા ફસાઈ ગઈ હતી. બાદમાં ફસાયેલી કારને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ સાથે લાખો રૂપિયાનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 1392 કિંમત રૂ. 2,29,320, બીયર ટીન નંગ- 144 કિંમત રૂ. 14,400, મોબાઈલ નંગ-2 કિંમત રૂ. 10,000 અને સ્કોર્પિયો ગાડી કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,53,720નો મુદામાલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj