ફૂડ સેફટીનાં 31 કેસોમાં રૂા.17.80 લાખનો દંડ ફટકારતા અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી

Local | Rajkot | 28 March, 2024 | 04:38 PM
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લામાંથી મિક્સ દૂધ (લુઝ), આયોડાઇઝ મીઠુ, મિનરલ વોટર, શીખંડ, કેરીના રસના નમુના લેવાયા હતા જે નાપાસ જાહેર થયા બાદ ચાલેલા કેસોમાં દંડ ફટકારાયો
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
તાજેતરમાં રાજકોટ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએથી વેપારી પેઢીઓને ત્યાંથી મિક્સ દુધ, નમક (મીઠુ), આયોડાસ સોલ્ટ, મિક્સ દુધ લુઝ, મિનરલ વોટર, શિખંડ, કેરીનો રસ લુઝ સહિતના નમુના લેવામાં આવેલ હતા. આ નમુના લેબોરેટરી પરીક્ષણ દરમિયાન જે તે સમયે ફેઇલ જાહેર થયા હતા. દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લાના આ 31 જેટલા વેપારીઓના કેસો ગઇકાલે એજ્યુકેટેડ ઓફિસર અને રાજકોટ નિવાસી અધિક કલેક્ટર સમક્ષ ફુડ એન્ડ સેફટી અંતર્ગત ચાલી ગયા હતા.

રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સમક્ષ આ કેસો ચાલી ગયા બાદ તેઓએ ફુડ એન્ડ સેફટીની જુદી જુદી કલમો અંતર્ગત તમામ વેપારીઓને રુા. 17.80 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. ખાસ કરીને ગોંડલ, રાજકોટ અને મોરબી ગામના વેપારીઓને સૌથી વધુ રૂા.1 થી 2 લાખના દંડ ફટકારવામાં આવેલ હતા.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જે વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યા છે તેમાં રાજકોટના પરસોતમભાઇ ખોડાભાઇ ચોવટીયા, વૃજલાલ હરીલાલ મારડીયા, બ્રીશવેલ બેવરેસીજ, અલ્પેશભાઇ જોશી, ઉધરેજા અનિલ, આકાશ બેવરેસીજ, જગદીશભાઇ કરસંડીયા, મહેશ શિવલાલ મોલીયા, હિતેષ વસંતલાલ ગાવા, સંજય વસંતલાલ ગાવા તથા સુરેશ પોપટભાઇ રૈયાણી અને ગોંડલના રમેશ વેલજીભાઇ સાટોડીયા, કપિલકુમાર રાજનાથ મિશ્રા (આયોની ફુડ્સ પ્રા.લી.), નીખીલ કિશોરભાઇ ખુંટ (આયોની ફુડસ) તથા જીગરભાઇ રાજાણી (જીટી સોલ્ટ)ના સપ્લાયર્સ તથા નાહાટા ટ્રેડીંગના અશોક શંભુલાલ, મંગીલાલ કુમાવત, શ્રી રામ કેમ ફુડ, પાર્થ ભરતભાઇ મણવર, રીમલ વી. કટારીયા (કટારીયા સ્નેક્સ) તથા રાજકોટના યુસુફભાઇ મહમદઅલી ભારમલ, ઇબ્રાહીમ ભારમલ, એમ.વાય. એજન્સી વગેરેનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj