જુનાગઢ તા.26
વિસાવદરના સરસઈ ગામે ફરીયાદી અને આરોપીઓની સંયુકત ખેતીની જમીન આવેલ હોય જેમાં ફરીયાદીના ભાઈના મોત બાદ મહારાષ્ટ્રની મહિલાએ મૃતકની પત્ની હોવાનું દર્શાવી ખેતીની સંયુકત જમીનમાં વાવેતર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. સરસઈ ગામે રહેતા સુરેશભાઈ રાણાભાઈ લાખાણી (ઉ.45)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ સરસઈ ગામે સંયુકત જમીન સવે નં. 190/3 પૈકી-1 હેકટર 6997માં ફરીયાદી સુરેશભાઈ લાખાણીના ભાઈ રમેશભાઈનું મોત થયેલ જેના પત્નિ તરીકે વિમલબેન સંજય બોરડે રે. ભંડારા જી.નાગપુર (મહારાષ્ટ્ર)એ દર્શાવી આરોપીઓ વિનુ ગોવા કાછડીયા અને રે. સરસઈ અને રમેશ વિઠ્ઠલ રૈયાણી રે. સરસઈ ત્રણેય સાથે મળી જમીનનો અન અધિકૃત કબજો કરી વાવેતર કરી ફરીયાદી સુરેશભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ વિસાવદર પોલીસમાં આરોપીઓ વિમલબેન સંજય બોડકે રે. ભંડારા મહારાષ્ટ્ર વિનુ ગોવા કાછડીયા રે. સરસઈ અને રમેશ વિઠલ રૈયાણી સામે નોંધાવતા નો.પો.અધિકારી હિતેષ ધાંધલીયાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy