સરકારી ફરજમાં બેજવાબદાર ખંભાળિયાના તાલુકા પંચાયતના કર્મચારીને મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ

Local | Jamnagar | 01 July, 2024 | 02:48 PM
સાંજ સમાચાર

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. 01
ખંભાળિયા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ હાલ ચોમાસાની ઋતુમાં ફરજિયાત હાજર રહેવા તેમજ સોંપવામાં આવેલી ફરજ પ્રત્યે બેદરકાર રહી, ગેરહાજર હોવાના કારણે અહીંના મામલતદાર દ્વારા આ કર્મચારીનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીમાં ટેક. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મેઘરાજસિંહ પરમારને શનિવાર તારીખ 29 મી ના રોજ બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે સક્ષમ અધિકારી દ્વારા ફરજ સોંપવામાં આવી હતી અને આ અંગે સંબંધિત કચેરી મારફતે હુકમની બજવણી પણ કરવામાં આવી હતી.

 પરંતુ આ કર્મચારી મેઘરાજસિંહ સોઢાએ અહીંના તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલી ફરજના સ્થળે કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય કે પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ગેરહાજર રહેતા અધિકારીનો હુકમનો અનાદર કર્યો હતો. આથી અહીંના મામલતદાર વી.આર. વરુ દ્વારા ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ.ને એક હુકમ પાઠવી અને કર્મચારી મેઘરાજસિંહ સોઢાનું ધરપકડ વોરંટ કાઢી, તેમને ફરજ ઉપર હાજર કરાવવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત કર્મચારીને ફરજ બાબતે અગાઉ પણ અવારનવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ તેઓ મનસ્વી રીતે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ફરજમાં ગેરહાજર રહેવાની ટેવ ધરાવતા હતા.

જેથી મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરી, અને ડિઝાસ્ટરની ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ માટે ચેતવણી રૂપ દાખલો બેસાડવામાં આવ્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj