ખંભાળિયા તા 1
ખંભાળિયામાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે રહેતા દુલાભાઈ સામરાભાઈ લુણા નામના 42 વર્ષના યુવાનને કોઈ દેખીતા કારણ વગર પીપળીયા ગામ નજીકના રસ્તે રોકી, ભારા ભોજા નામના શખ્સ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડી વડે માર માર્યાની તથા પાઇપ વડે તેમની ક્રેટા કારના કાચ તોડી નાખી, નુકસાની કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે બે અજાણ્યા સહિત તમામ ત્રણ સામે આઈપીસી કલમ 323, 324, 504, 427, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉના મનદુ:ખનો ખાર રાખી, દ્વારકાના વેપારી યુવાન પર મહીલા સહિત ત્રણ દ્વારા હુમલો દ્વારકામાં રહેતા જીતુભા માણેક નામના શખ્સ દ્વારા અગાઉ નિશાબેન માણેક નામના એક મહિલા સાથે પૈસા બાબતે ઝઘડો કર્યો હોય, તે બાબતનું મનદુ:ખ રાખી, આરોપી જીતુભા માણેકએ દ્વારકામાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિભાઈ રાજુભાઈ રાયમંગીયા નામના 24 વર્ષના લોહાણા વેપારી યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી, ફરિયાદી રવિભાઈ તથા સાહેદ નિશાબેનને આરોપી જીતુભા ઉપરાંત આરોપી શીતલબેન જીતુભા માણેક અને નવઘણ બહાદુરભા સુમણીયાએ બિભત્સ ગાળો કાઢી, મૂઢ ઈજાઓ પહોંચાડવા બદલ દ્વારકાની પોલીસમાં મહિલા સહિત ત્રણેય સામે જુદી જુદી કલમ ગુનો નોંધાયો છે.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયામાં સંજયનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ચતુરસિંહ જાડેજા નામના 29 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 1,600 ની કિંમતની વિદેશી દારૂની 4 બોટલ કબજે કરી, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. (કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy