જામનગરમાં પ્રથમ વરસાદના રેલાથી પાણીની રેલમછેલ..

Local | Jamnagar | 01 July, 2024 | 02:49 PM
સાંજ સમાચાર

હાલારના અનેક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી મેઘકૃર્પા વરસી રહી છે. પરંતુ આ કૃર્પાથી જામનગર વિસ્તાર વિખુટો હતો. આખરે આજે મેઘરાજાએ જામનગર શહેર અને આસપાસના વિસ્તાર ઉપર દયા કરી હતી.

સવારના 7 થી 10ના ત્રણ કલાક દરમ્યાન સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સવારના 8:30થી 9:30 દરમ્યાન જોરદાર ઝાંપટા પડતા શહેરના અનેક વિસ્તારોના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

વરસાદી પાણીને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી તેમ છતા લોકોમાં વરસાદના આગમનનો આનંદ દેખાતો હતો. પ્રથમ વરસાદને કારણે શહેરના વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા ગરમીમાં પણ આંશિક રાહત થઇ છે. હજુ પણ ધાબડીયું વાતાવરણ હોવાથી અને વરસાદની આગાહી હોવાથી લોકો મેઘરાજા મન મુકીને વરસે તેવી આશા સેવી રહ્યા છે. (તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj