જૂનાગઢના બગડુ ગામે પ્રેમલગ્નના મનદુ:ખ પ્રશ્ને યુવાન ઉપર ધોકાથી હુમલો: જીવલેણ ઈજા પહોંચાડી

Local | Junagadh | 01 July, 2024 | 01:07 PM
કાળવા ચોકમાં ખાનગી હોસ્પિટલનાં બેનરની ચોરી
સાંજ સમાચાર

જુનાગઢ તા.1
જુનાગઢના બગડુ ગામે રહેતા યુવાનને અંબાળા ગીર ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ યુવતીના ઘરે થઈ જતાં જે મનદુ:ખમાં યુવાનને લાકડાના ધોકા, ઢીકાપાટુનો માર મારી માથુ સાહેદનુ ફાડી નાંખતા લોહીલોહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવેલ તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

આ અંગેની વિગત મુજબ ગળુ ગામે રહેતા યોગેશભાઈ જયેશભાઈ કારેલીયા (ઉ.23)ને આરોપી રમીજ રહીમ કુરેશી રે. અંબાળા ગીરવાળાની બહેન આસ્થાના સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ આરોપીઓના ઘરમાં થઈ જતાં તે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ રમીજ રહીમ કુરેશી રે. અંબાળા, યાકુબ હનીફ કુરેશી, જાવીદ દાદુ કુરેશી અને મુસ્તાક ઈકબાલ કુરેશી રે. ત્રણેય ગળુવાળાઓ સહિત ચારેયે લાકડાના ધોકા વડે માર મારી સાહેદ મહેશભાઈનું માથુ ફાડી નાખતા લોહી લોહાણ કરી દઈ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

હોર્ડીંગ્સની ચોરી
જુનાગઢ કાળવા ચોક- ટાઉનહોલના ગ્રાઉન્ડ ખાતે લગાવેલા શ્રીજી હોસ્પિટલનું હોર્ડીંગ્ઝ (બેનર) કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયાની નોંધાવી છે.

અકસ્માતમાં મોત
માળીયાહાટીના ગળુ ગામે રહેતા દીનેશભાઈ ચીમનભાઈ લોઢીયા (ઉ.51) ગત તા.29-6ના 12 કલાકે તેમનું એકટીવા હોન્ડા નં. જી.જે.11 એલ.એલ.6845માં જઈ રહ્યા હતા ત્યારે ચોરવાડ-ગળુ હાઈવે પર કાણેક ગામથી આગળ હેન્ડલ પરનો કાબુ ગુમાવતા રોડ પર નીચે પડી જતાં માથામાં શરીરે ઈજા થતાં મોત નોંધાયું હતું. ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj