જામનગર તા.1
જામનગરમાં સવારથી જ વરસાદી માહોલથી લોકોએ ગરમી અને બફારામાં આંશિક રાહત અનુભવી હતી. નજીવા ઘટાડા સાથે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું.
રાજયના હવામાન વિભાગે રાજ્યના ઘણાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે. જામનગર સહિત જિલ્લામાં વરસાદી વાદળોનું સામ્રાજય જોવા મળ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક 26.6 ડિગ્રી અને મહતપ 33 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 8.3 કિમિ નોંધાઇ છે. વરસાદી વાતાવરણને કારણે એકંદરે થડક રહેતા ગરમીમ્સ અને બફારા માં રાહત અનુભવી હતી.આજે સવારે સૂર્ય નારાયણ દર્શન દીધા ન હતા. કાળા ગિબાડ વાદળો આકાશ છવાયેલ રહેતા દિવસે પણ વાતાવરણમાં અંધારું છવાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy