જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ઉપર તવાઇ: છ સ્થળે દરોડા

Local | Jamnagar | 01 July, 2024 | 02:51 PM
સાંજ સમાચાર

જામનગર તા.1
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ઉપર પોલીસે ધોસ બોલાવીને દરેડ, મોડપર, પીપળી, મોટા ભાડુકીયા, મકાજી મેઘપર ગામમાં 6 દરોડા પાડીને દેશી દારૂના ધંધાર્થીઓને ઝડપી લઈને ગુના નોંધવામાં આવ્યા છે. હજુ પણ અમુક ગામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું છે.

જામનગર તાલુકાના દરેડ ગામમાં કુંવરબેન વેજાભાઈ ગુજરીયા નામની મહિલાના રહેણાંક ઝુપડામાં પોલીસે દરોડો પાડીને દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો કાચો આથો તેમજ ભઠ્ઠીના સાધનો કબ્જે કરીને ઝડપી લીધી છે. મોડપર ગામમાંથી રામીબેન કરમણભાઈ ઉર્ફે ચીનુ ઘોડા નામની મહિલાના રહેણાંક ઝુંપડામાંથી દેશી દારૂના જથ્થા સાથે તેમજ લાલપુર તાલુકાના પીપળી ગામમાંથી પુના ખીમસુર ગુજરીયાને તેના ઝુંપડામાંથી દેશી દારૂ બનાવની ભઠ્ઠી તેમજ દેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધા છે.

કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાંથી અજય રવજીભાઈ જખાનીયાના ઝુપડામાંથી દેશી દારૂનો આથો મળી આવતા કબ્જે કરીને તેને ફરાર જાહેર કર્યો છે. તેમજ મકાજી મેઘપર ગામમાં ઝુંપડામાંથી મંજુબેન વિનોદભાઈ સાડમીયાને ઝુંપડામાંથી દેશી દારૂ સાથે અને નજીકમાં જ રહેતા રમેશ ભુરાભાઈ સાડમીયાને તેના મકાનમાંથી દેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj