ટેસ્ટ મેચ છતાં ટીકીટની ડિમાન્ડ

15મી ફેબ્રુ.થી રાજકોટમાં જામશે ટેસ્ટ ક્રિકેટ જંગ : આજથી ઓફલાઇન ટીકીટ વેંચાણ શરૂ થશે

Sports | Rajkot | 08 February, 2024 | 05:07 PM
‘સાંજ સમાચાર’ કોર્પોરેટ ઓફિસ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમ અને સુર્યકાંત હોટલ (લોધાવાડ ચોક) ખાતેથી સવારે 11થી સાંજે 6 સુધીમાં ટીકીટ ખરીદી શકાશે
સાંજ સમાચાર

► પાંચ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી થયા બાદ બંને ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ નિહાળવા ક્રિકેટરસીકોમાં  ઉત્સાહ : ભારતીય ટીમ 11મીએ તો ટીમ ઇંગ્લેન્ડ 12મીએ આવશે 

રાજકોટ, તા. 8
15મી ફેબ્રુ.ના રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.  ઇંગ્લેન્ડ અને ઇન્ડીયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો 1-1 મેચ જીત્યા બાદ ત્રીજી ટેસ્ટ મેચ પ્રેક્ષકો માટે રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે વન-ડે તથા ટી-20 માટે ક્રિકેટ ડિમાન્ડ સૌથી વધુ હોય છે પરંતુ ટીમ ઇન્ડીયાના ફોર્મમાં હોવાથી ક્રિકેટ ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ સાથે આજથી જ ઓફલાઇન ટીકીટ વેંચાણનું શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પેટીએમ કંપની દ્વારા ત્રણ જગ્યાએ બોકસ ઓફિસ ઉભી કરવામાં આવી છે. જયાંથી ઇન્ડીયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની એક દિવસીય અથવા સીઝન (પાંચ દિવસીય) ટીકીટ ખરીદ કરી શકાશે. 

►  બોકસ ઓફિસ : ટીકીટ વેંચાણ  આ સેન્ટરોમાંથી થશે

►  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમ, જામનગર હાઇવે, રાજકોટ.

►  ‘સાંજ સમાચાર’ કોર્પોરેટ ઓફિસ, આરવર્લ્ડ આઇનોકસ સિનેમાની સામે, બાબુભાઇ શાહ રોડ, રાજકોટ.

► સુર્યકાંત હોટલ, ગોંડલ રોડ, લોધાવડ રોડ રાજકોટ. 

(વેંચાણનો સમય સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે જયારે મેચના દિવસોમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીમાં ટીકીટની ખરીદી કરી શકાશે) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj